IPL 2026 ની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCB એ ચેન્નાઈને 43 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. RCB તરફથી દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડે અડધી સદી ફટકારી હતી. પડિકલે 29 બોલમાં 50 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 25 બોલમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 70 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ મેચમાં ચેન્નાઈના બોલરો ખૂબ મોંઘા સાબિત થયા હતા. 251 રનના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ 19.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ચેન્નાઈ તરફથી સરફરાઝ ખાને સૌથી વધુ 50 રન બનાવ્યા હતા, જ્યારે પ્રશાંત વીરે 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.
ચેન્નાઈને સિઝનની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો, RCB 43 રનથી જીત્યું

સંબંધિત સમાચાર
રમતગમતઈશાન કિશને 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
19 કલાક પહેલા
રમતગમતસેમિફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3 ના માર્જિનથી હરાવ્યું
19 કલાક પહેલા
રમતગમતભારતે શ્રીલંકાને હરાવીને 124 રનથી મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો
22 કલાક પહેલા
રમતગમતભારતે પહેલી વાર ODIમાં આટલા મોટા લક્ષ્યનો પીછો કરીને સૌથી વધુ 400+ સ્કોરનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો
23 કલાક પહેલા
