રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
અરવલ્લી28 માર્ચ, 2026| Super Admin

સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદી માહોલની આગાહી : ૩૦ મીએ હળવા ઝાપટાં પડવાની શક્યતા

સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદી માહોલની આગાહી : ૩૦ મીએ હળવા ઝાપટાં પડવાની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફલાઇનની અસરના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતના હવામાનમાં અચાનક અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. પશ્ચિમ દિશાના પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અને આકરી ગરમીનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે શનિવાર સાંજથી વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે અને 29 અને 30 તારીખે હળવી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. દરમિયાન, કૃષિવિભાગે સાવચેતી માટે ગાઇડ લાઇન જાહેર કરી છે અને વધુ જાણકારી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 30 માર્ચે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. શુક્રવારે દિવસ દરમિયાન સરેરાશ 11 કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ ભેજનું પ્રમાણ 29 થી લઇ 57 ટકાની વચ્ચે રહ્યું હતું.

સંબંધિત સમાચાર