રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા12 મે, 2026| Super Admin

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરતા ખાણ-ખનીજ વિભાગે વડનગર તાલુકાના શાહપુર ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામની સીમમાં આવેલી ખાનગી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખાણકામનો પર્દાફાશ કરી અધિકારીઓએ લાખોની કિંમતના વાહનો જપ્ત કર્યા છે.

મહેસાણા જિલ્લા ખાણ-ખનીજ અધિકારી પ્રતીક શાહને ચોક્કસ માહિતી મળી હતી કે, વડનગરના શાહપુર ગામે કરબટીયા રોડ પર આવેલી એક ખેડૂતની ખાનગી જમીનમાં કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે ઓચિંતી રેડ પાડી હતી.

ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી ખનન કાર્યમાં રોકાયેલું એક લોડર મશીન, એક માટી ભરેલું ડમ્પર સહિત ટીમે આ બંને વાહનો મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખાનગી જમીનમાંથી મોટા પાયે માટી ઉલેચી લેવામાં આવી હતી. વિભાગ દ્વારા ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવેલા ખાડાઓની ઊંડાઈ અને વિસ્તારની ચોક્કસ માપણી હાથ ધરવામાં આવી છે. આ માપણીના આધારે સરકારની તિજોરીને થયેલા નુકસાનનો અંદાજ લગાવી ડમ્પર અને મશીન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે કડક દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખનીજ વિભાગની આ આક્રમક કામગીરીથી પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર