રાધનપુર નગરપાલિકા દ્વારા નાના નાના વેપારીઓને દબાણ હટાવવાના નામે પરેશાન કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા

નાના વેપારીઓના સમુદાયે પાલિકા અને નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી; પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરની નગર પાલિકા શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા અને રખડતા ઢોરોની સમસ્યા માંથી આજદિન સુધી મુકત કરાવી શકી નથી. તો રાધનપુર નગર પાલિકા શહેરી જનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પણ સદંતર નિષ્ફળ નિવડી હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડેલ રાધનપુર નગર પાલિકા દ્વારા શહેરમાં લારી,ગલ્લા અને શાકભાજી ના વ્યવસાય કરતા નાના-નાના વેપારીઓને અવાર નવાર દબાણ હટાવવાના નામે હેરાન પરેશાન કરતી હોવાના મામલે વાજ આવીગયેલા નાના નાના વેપારીઓના સમુદાયે સોમવારે રાધનપુર નગરપાલિકા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત સાથે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ફકત ને ફકત લારી,ગલ્લા અને શાકભાજી ના વ્યવસાય કરતા નાના-નાના વેપારીઓને જ હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપ વચ્ચે સોમવારે નાનાં નાનાં વેપારીઓના સમુદાયે નાના વેપારીઓને નગર પાલિકા દ્વારા હેરાન કરવાનું બંધ કરી કાયમી ધોરણે ભાડું નક્કી કરી જગ્યા ફાળવી આપે તેવી માંગ સાથે નગરપાલિકા ના અધિકારી સહિત રાધનપુર ના નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ટેગ્સ:#Patan district#Local Governance#Petition submission#Radhanpur Municipality#Harassment of Small Traders#Basic Facilities Issues#Road and Water Problems#Street Lights and Sanitation#Stray Cattle Concerns#Small Business Grievances#Deputy Collector Involvement#Rent Regulation Demand#Allocation of Trading Space
સંબંધિત સમાચાર
પાટણવાઘેલ ગામમાં કરુણતા: ગરમીથી રાહત મેળવવા તળાવમાં નાહવા પડેલા શ્રમિકનું ડૂબી જવાથી મોત
2 કલાક પહેલા
પાટણઅંધશ્રદ્ધામાં હિંસા ભારે પડી: પાટણના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
2 કલાક પહેલા
પાટણભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર: હારિજના અરીઠા ગામે જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
2 કલાક પહેલા
પાટણતંત્રની નિષ્કાળજી: પાટણના દુખવાડામાં ક્ષતિગ્રસ્ત ગટર લાઇનને કારણે સ્થાનિકોમાં ભારે રોષ
2 કલાક પહેલા
