રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 માર્ચ, 2025| Super Admin

રાધનપુર; શોપિંગમાં ચોરીની ઘટના, દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોએ રાત્રીના સમયે મોબાઈલની દુકાનમા કરી ચોરી

રાધનપુર; શોપિંગમાં ચોરીની ઘટના, દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોએ રાત્રીના સમયે મોબાઈલની દુકાનમા કરી ચોરી
રાધનપુર શહેરમાં તસ્કરોનો તરખાટ: દુકાને ચોરી કરતા 3 ચોર થયા સીસીટીવી માં કેદ,10 લાખથી વધુ ની ચોરી મોબાઈલ અને મોબાઈલ ની એસેસરીઝ ની ચોરી પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. રાધનપુરના હાઇવે ચાર રસ્તા નજીક આવલા રામલલા ચોક ઇસ્કોન અંબિકા શોપિંગમાં આવેલ રુદ્ર મોબાઇલ માં ચોરીની ઘટના બની હતી.રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટર ની અંદર રુદ્ર મોબાઇલ ની દુકાને રાત્રી દરમિયાન અજાણ્યા ચોર ટોળકીએ દુકાન ને નિશાન બનાવી ચોરી કરી છે. રાધનપુરના ઇસ્કોન અંબિકા શોપિંગમાં  રુદ્ર મોબાઇલમાં ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરોએ દુકાનના તાળા તોડી અંદરથી મોબાઈલ ની ચોરી કરી હતી જે ચોરીની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનામાં ચોરી કરતા ચોર સીસીટીવી માં કેદ થયાં છે. ત્યારે આ ત્રણ ચોર CCTV માં કેદ થતાં દુકાનદારે રાધનપુર પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરવામાં આવી હતી. દુકાનમા અંદાજિત 10 લાખથી વધુ ની ચોરી થઈ હોવાનો રૂદ્ર મોબાઇલ દુકાન વેપારી ઠક્કર જીગરભાઈએ જણાવ્યું છે. રાધનપુર રૂદ્ર મોબાઈલ ના દુકાનદાર જીગરભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની જેમાં અંદાજે 10 લાખથી વધુના મોબાઈલ અને મોબાઈલ ની એસેસરીઝ ની ચોરી થઈ હોવાની વિગત જણાવી છે. અને રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનામાં CCTV કેમેરામાં ત્રણ ચોર કેદ થયા છે.ત્યારે સીસીટીવી ના આધારે રાધનપુર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ હમણાં ઘણા સમયથી લઈને રાધનપુર ખાતે ચોરી કરતા ચોર પણ બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં વારંવાર ચોરી થતાં ચોરી કરી ચોર જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાધનપુર શહેરમા વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ ને પડકાર ફેંકતા આવા ચોરને ઝડપી કાયદાનો પાઠ ભણાવી ઘટના રિકન્સ્ટ્રશન કરાવવા લોક માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર