રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય11 ઑગસ્ટ, 2025| Super Admin

વોટર લિસ્ટમાં ગેરરીતિનો વિરોધ :ચૂંટણી પંચે INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી

વોટર લિસ્ટમાં ગેરરીતિનો વિરોધ :ચૂંટણી પંચે INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી
રાહુલ ગાંધી સહિતના નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા : સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં બેઠક યોજી પ્રતિનિધિમંડળના નામો પર ચર્ચા : ટૂંક સમયમાં ચૂંટણી પંચ સાથે બેઠક કરશે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 'INDI' ગઠબંધનના સાંસદોએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને છેતરપિંડીના આરોપસર આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દિલ્હી પોલીસે કૂચની પરવાનગી ન હોવાનું કારણ આપીને તમામ સાંસદોને અટકાયતમાં લીધા હતા. આ ઘટનાએ રાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. દિલ્હીના જોઈન્ટ પોલીસ કમિશનર દીપક પુરોહિતના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ નેતાઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન, ચૂંટણી પંચે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી છે. પોલીસ સ્ટેશનમાં જ INDI ગઠબંધનના સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં ચૂંટણી પંચ સાથે મુલાકાત કરનારા 30 સાંસદોના નામો પર મંથન ચાલી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા જેવા વરિષ્ઠ નેતાઓના નામ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થવા પર સહમતિ બની ગઈ છે. ટૂંક સમયમાં બાકીના નામો પર પણ સહમતિ સધાયા બાદ આ 30 સાંસદોનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના કાર્યાલય જશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કાર્યાલયમાં જગ્યા મર્યાદિત હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોને પ્રવેશ આપી શકાય નહીં, તેથી 30 સાંસદોને જ મળવાની મંજૂરી આપવામાં આવી છે. પંચે નેતા પ્રતિપક્ષને સાંસદોના નામ અને તેમના વાહનોના નંબર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે, જેથી તેમને સરળતાથી પ્રવેશ આપી શકાય. નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમારે જણાવ્યું કે નામ નક્કી થયા બાદ પોલીસ જ આ પ્રતિનિધિમંડળને સુરક્ષા સાથે ચૂંટણી પંચના કાર્યાલય સુધી પહોંચાડશે.      

સંબંધિત સમાચાર