રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ31 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણ ભાજપ સાશિત પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ લેગેસી વેસ્ટ ટેન્ડર મુદ્દે સામ સામે

પાટણ ભાજપ સાશિત પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ લેગેસી વેસ્ટ ટેન્ડર મુદ્દે સામ સામે
વિકાસ કામોના વર્ક ઓર્ડર છતાં ઉપપ્રમુખનો અંગત સ્વાર્થ હોવાનો પ્રમુખનો આક્ષેપ પાટણ ભાજપ સાશિત નગરપાલિકામાં પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ હીનાબેન શાહ વચ્ચે લેગેસી વેસ્ટના ટેન્ડર પ્રક્રિયા મુદ્દે વિવાદ સર્જાયો છે. પ્રમુખે ઉપપ્રમુખ દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રમુખનો આક્ષેપ છે કે વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોવા છતાં, ઉપપ્રમુખ લેગેસી વેસ્ટના કામમાં અંગત સ્વાર્થ સાધવા માટે બોર્ડ બોલાવી રહ્યા છે. પ્રમુખે સ્પષ્ટતા કરી કે ઉપપ્રમુખ દ્વારા બોલાવાઈ રહેલી સામાન્ય સભામાં વિકાસના કામોનો ઉલ્લેખ કરાયો છે. જોકે, રોડ-રસ્તા અને રેલિંગ જેવા વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યા છે. લેગેસી વેસ્ટનું ત્રીજું મહત્વનું કામ હતું, જેનું પ્રથમ ટેન્ડર 21% ઊંચા ભાવે આવ્યું હતું.જેને લઈને નાણાકીય પારદર્શિતા જાળવવા ચીફ ઓફિસરે તે ટેન્ડર રદ કરી ફરીથી પ્રક્રિયા કરવા સૂચના અપાઈ હતી. રી-ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામ 3% ઓછા ભાવે આવ્યું છે, જેનાથી નગરપાલિકાની તિજોરીને થતું નુકસાન અટક્યું છે. પ્રમુખે જણાવ્યું કે 21% ઊંચા ભાવવાળી એજન્સીએ નગરપાલિકા સામે કાનૂની કાર્યવાહી કરી છે. આગામી જાન્યુઆરીમાં મળનારી સામાન્ય સભામાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવાની ખાતરી અપાઈ હોવા છતાં, ઉપપ્રમખ દ્વારા અલગથી બોર્ડ બોલાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. પ્રમુખે આક્ષેપ કર્યો કે લેગેસી વેસ્ટના કામમાં ઉપપ્રમુખનો અંગત સ્વાર્થ હોવો જોઈએ, કારણ કે તેઓ નગરપાલિકાને આર્થિક નુકસાન થાય તેવા કામમાં ઉતાવળ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે જો આગામી સમયમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે, તો સંગઠનને સાથે રાખીને ઉપપ્રમુખ સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર