રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
અરવલ્લી20 માર્ચ, 2025| Super Admin

હેલ્મેટ ડ્રાઇવ; પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી

હેલ્મેટ ડ્રાઇવ; પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી

મોડાસા ખાતે અરવલ્લી પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે 11 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત કર્યું છે. સરકારી કર્મચારીઓ સમાજમાં રોલ મોડલ તરીકે કાર્ય કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અરવલ્લી જિલ્લા સેવાસદન સહિતની કચેરીઓમાં ઘણા કર્મચારીઓ હજુ પણ નિયમોનું પાલન કરતા નથી. પોલીસે છેલ્લા પાંચ દિવસથી જિલ્લા સેવાસદનના ગેટ બહાર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિશેષમાં, આઉટસોર્સ એજન્સી મારફતે આરોગ્ય, ICDS સહિતની કચેરીઓ માટે ભાડે રાખેલા વાહનો પર ગેરકાયદેસર રીતે 'ગવર્મેન્ટ ઓફ ગુજરાત' લખેલા નેમ પ્લેટ ધરાવતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આવા વાહનોના નેમ પ્લેટ દૂર કરાવી દંડ ફટકાર્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે જેથી તમામ કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે.

સંબંધિત સમાચાર