- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /રશિયામાં પ્લેન ક્રેશ : ૬ ક્રૂ સહિત ૫૦ લોકો સવાર હતા : તમામના મોતની આશંકા
રશિયામાં પ્લેન ક્રેશ : ૬ ક્રૂ સહિત ૫૦ લોકો સવાર હતા : તમામના મોતની આશંકા

રશિયાનું એક યાત્રી વિમાન કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટયા બાદ ગાયબ થઈ ગયું હતું
રશિયાના પૂર્વ અમુર વિસ્તારમાં ગુરુવારે વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત એન-૨૪ પેસેન્જર વિમાન ક્રેશ થયું છે, આ વિમાનમાં લગભગ ૫૦ લોકો સવાર હતા. નોંધનીય છે કે, વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટયો હતો અને તે ટિન્ડા શહેર નજીક રડાર સ્ક્રીનથી ગાયબ થઈ ગયું હતું. એક કલાક શોધખોળ કરાયા બાદ હવે તેનો કાટમાળ મળી આવ્યો છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સને ટાંકીને રોઇટર્સે જણાવ્યું છે કે, ગુરુવારે પૂર્વ અમુર વિસ્તારમાં એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬ ક્રૂ મેમ્બર્સ સહિત ૫૦ લોકો સવાર હતા. આ વિમાનમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. સાઇબિરીયા સ્થિત અંગારા નામની એરલાઇન દ્વારા સંચાલિત આ વિમાન ચીનની સરહદે આવેલા અમુર વિસ્તારના ટિન્ડા શહેર નજીક પહોંચતા રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું.
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું કે, An-24 પેસેન્જર વિમાને ખાબારોવસ્કથી ઉડાન ભરી હતી, તે બ્લાગોવેશેન્સ્ક જઈ રહ્યું હતું. પ્રારંભિક માહિતી અનુસાર વિમાનમાં ૫ બાળકો અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત ૫૦ લોકો સવાર હતા.
ટેગ્સ:#russia#Plane crash#Casualties#Search and Rescue#aviation incident#Air Traffic Control#Amur Region#Angara Airlines#An-24 Aircraft#Tynda#Khabarovsk
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયસ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા-ઈરાન બેઠક યોજાશે, પાકિસ્તાનના ગૃહમંત્રી તેહરાન પહોંચ્યા
1 અઠવાડિયા પહેલા
આંતરરાષ્ટ્રીયભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી, યુએસ તેલની આયાતમાં તીવ્ર ઘટાડો
1 અઠવાડિયા પહેલા
આંતરરાષ્ટ્રીયઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો, બે બાળકો સહિત છ લોકોના મોત
1 અઠવાડિયા પહેલા
આંતરરાષ્ટ્રીયપાકિસ્તાનમાં સતત વિસ્ફોટોથી ધ્રુજી ઉઠ્યું, સાત લોકોના મોત, ત્રણ ઘાયલ
1 અઠવાડિયા પહેલા
