ડીસા તાલુકાના જુનાડીસા ગામે તાજેતરમાં વિજ કંપની દ્વારા આખો દિવસ કાપ રાખી મેઈન્ટેન્સ કરવામાં આવ્યું હતું.તેમ છતાં છેલ્લા બે દિવસથી વારંવાર વીજળી ગુલ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. વિજળીના અભાવે પીવાના પાણી સહિતની સમસ્યા સર્જાતા લોકોએ રેઢિયાળ વિજ તંત્ર ઉપર રોષ ઠાલવી નિયમિત વિજ પુરવઠો આપવાની માંગ પણ કરી હતી.ગામના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી ગામનો જ્યોતિગ્રામ યોજનામાં વર્ષોથી સમાવેશ થયેલ છે. તેમ છતાં ગામમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે. જેથી વિજળીના અભાવે પાણી સહિત અનેક સમસ્યાઓ સર્જાય છે. નાના મોટા ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ જાય છે. તેથી વિજ કંપનીની કામગીરી શકના દાયરામાં આવી જાય છે. જેને ગંભીરતાથી લઈ વિજ કંપનીના સત્તાધીશો સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.
જુનાડીસામાં વિજ ધાન્ધિયાથી લોકો પરેશાન : આખો દિવસ કાપ રાખી મેઈન્ટેન્સ કરવામાં આવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
