પાટણમાં 12 સાયન્સમાં 8 છાત્રોએ એ-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું તો સામાન્ય પ્રવાહમાં 75 વિદ્યાર્થીઓ પરિણામ હાંસલ કર્યું
ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી 12 ની પરીક્ષાનું સોમવારે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર થયું હતું ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ એપ્રિલ 2026 માં લેવાયેલી ધો 12 સાયન્સ પરિણામ 10 વાગે વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું .જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી.તો કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમ ના કારણે વેબસાઈટ ખુલતી ન હતી. પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 1580વિદ્યાર્થીઓ પૈકી 8 વિદ્યાર્થીઓ A 1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે .જ્યારે 102 વિદ્યાર્થીઓ A2 માં,243 વિદ્યાર્થીઓ B1 અને 306 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જયારે 344 વિદ્યાર્થીઓ C1માં અને 272 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો.જયારે 59 વિધાર્થીઓ D ગ્રેડ માં આવ્યા હતા. પાટણ જિલ્લા નું 84.43 ટકા પરિણામ આવ્યું હતું .
ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.સાયન્સ ના પાટણ કેન્દ્રનું 85.93 ટકા, સિદ્ધપુરનું 83.07 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 68.37 ટકા અને રાધનપુર કેન્દ્રનું 88.87 ટકા પરિણામ આવ્યું છે.જયારે પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહ નું 94.77 પરિમાણ જાહેર થતા જિલ્લા 8243 વિદ્યાર્થીઓ પૈકી 75 વિદ્યાર્થીઓ A 1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે .જ્યારે 552 વિદ્યાર્થીઓ A2 માં, 1260 વિદ્યાર્થીઓ B1અને 1775 વિદ્યાર્થીઓ B2 ,ગ્રેડ મેળવ્યો હતો, જયારે 2171 વિદ્યાર્થીઓ C1 માં અને 1661 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. જયારે 315 વિધાર્થીઓ D ગ્રેડ માં અને 3 વિદ્યાર્થીઓ E1 માં આવ્યા હતા.સામાન્ય પ્રવાહમાં પાટણ 94.81,સિદ્ધપુર 95.37,રાધનપુર 97.50, ચાણસ્મા 91.69, કોઇટા 95.30,વાયડ 99.04,મેથાણ 97.02,ધીણોજ 91.41,હારીજ 99.63.શંખેશ્વર 92.65વારાહી 91.43, સમી 93.86 બાલીસણા 94.12, સરિયાદ 84.45 રહ્યું હતું જેમાં સૌથી વધુ પરિણામ જાહેર હારીજ કેન્દ્ર નું રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.





