રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ20 એપ્રિલ, 2026| Super Admin

પાટણ : રિક્ષામાં બેઠેલી વૃદ્ધાને છરી બતાવી દાગીના-રોકડની લૂંટ, મહિલા સહિત ત્રણ સામે ગુનો

પાટણ : રિક્ષામાં બેઠેલી વૃદ્ધાને છરી બતાવી દાગીના-રોકડની લૂંટ, મહિલા સહિત ત્રણ સામે ગુનો

વૃધ્ધાની ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ રૂ. 15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવા મામલે વૃધ્ધા એ પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની મળતી માહિતી મુજબ  મૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી.ત્રણ રસ્તા પાસે બસ માંથી ઉતરીને ચાલતા જતા હતા.ત્યારેબંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો.તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર રૂ.10 ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા.

 રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એકશખ્સ હાજર હતો.રિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું,ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા.રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. લૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી રૂ. 600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે રૂ. 15,000 હતી,તે પણ બળજબરીથી કાઢી લીધી હતી.લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષા માંથી નીચે ઉતારી દીધા હતા. અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર