રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 મે, 2025| Super Admin

આપાતકાલીન સમયને પહોંચી વળવા પાટણ રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આપાતકાલીન સમયને પહોંચી વળવા પાટણ રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
પાટણના ધારાસભ્ય દ્વારા "મારૂ બ્લડ મારા દેશ માટે" નામની લિંક બનાવી; વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે પાટણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિતના રાજકીય- સામાજિક આગેવાનો,ડોક્ટરો, પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિતનાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અંદાજીત ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરી દેશ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા વર્તમાન ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરનાર બ્લડ દાતાઓની યાદી બનાવવા માટે "મારું રક્ત મારા દેશ માટે" નામની ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક તૈયાર કરવામાં આવી છે. જે લીંક માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારા બ્લડ ડોનરોની યાદી તૈયાર કરી આપતકાલીન સમયે બ્લડની જરૂરિયાત ઉભી થાય તો આવા સ્વૈચ્છિક બ્લડ દાતાઓનો સંપર્ક કરવામાં આવશે તેવું પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર