રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 મે, 2025| Super Admin

પાટણ પાલિકાનાં સત્તાધિશો ની અંદરો અંદરની હુસા તુસીમા ઐતિહાસિક નગરી ની હાલત દયનીય બની

પાટણ પાલિકાનાં સત્તાધિશો ની અંદરો અંદરની હુસા તુસીમા ઐતિહાસિક નગરી ની હાલત દયનીય બની

એક સમયે ગુજરાતની રાજધાની રહેલ ઐતિહાસિક નગરી પાટણ શહેરની હાલત આજે દયનીય બની છે. શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના સદંતર અભાવ વચ્ચે પિસાતી પાટણની પ્રજાની હાલત જોઈને પાટણના મુંબઈ ગરા જૈન શ્રેષ્ઠીઓ પણ પાટણની આવી દશા જોઈ મુંબઈ બેઠાં બેઠાં ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાટણ નગરપાલિકા ના સતાધીશો પાટણ શહેરની ઐતિહાસિકતા ને સાચા અર્થમાં ઉજાગર કરવા શહેરની સમસ્યાઓને નિવારવા કટિબદ્ધતા સાથે કામ કરે તેવી માંગ શહેરના પ્રબુદ્ધ નગરજનો કરી રહ્યા છે. શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વરસે દિવસે કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાટણ નગરપાલિકાને ફાળવાતી હોવા છતાં પાટણ શહેરની દુર્દશા જોતાં પાલિકાના સત્તાધીશો સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે તે પણ એક સવાલ પ્રબુદ્ધ નગરજનોમાં ચર્ચાએ ચડ્યો છે. તો કેટલાક સજજન નગર સેવકો પણ પાલિકાની રીતિ નિતિ થી હારી થાકીને નગર સેવક તરીકે ચૂંટાયા હોવા છતાં પણ નગરપાલિકામાં જવાનું માંડી વાળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અંદરો અંદરની હુસા તુસીના કારણે આજે પ્રજા પરેશાન બની છે. ત્યારે પાર્ટીના મોવડી મંડળે પણ પાટણ નગરપાલિકાના સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા કડક પગલાં ભરવાની આજની તાતી જરૂરિયાત જણાય રહી છે અને તો જ પાટણની પ્રભુતા પુનઃ ખીલી ઉઠશે.

સંબંધિત સમાચાર