રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 મે, 2025| Super Admin

પાટણ પાલિકા દ્વારા અમૃતમ યોજના 2.0 અંતર્ગત રૂ.4.20 કરોડના ખર્ચે સિધ્ધી સરોવરની કાયાપલટ કરશે

પાટણ પાલિકા દ્વારા અમૃતમ યોજના 2.0 અંતર્ગત રૂ.4.20 કરોડના ખર્ચે સિધ્ધી સરોવરની કાયાપલટ કરશે
સરોવર ફરતે રેલિંગ,ડેકોરેટિવ વોલ, વોક-વે,ગાર્ડન,સ્ટ્રીટલાઈટ,ઈરિગેશન વર્ક,ગઝેબો, ટોયલેટ બ્લોક અને સીસીટીવી કેમેરા સહિતની 11 સુવિધાઓ ઉભી કરાશે. પાટણના ઐતિહાસિક વારસા સમાન એક સમયે ખાનસરોવરથી ઓળખાતું અને આજે સિદ્ધિ સરોવર તરીકે ઓળખાતા સરોવરની પાટણ પાલિકા દ્વારા અનેક સુવિધાઓ સાથે કાયાપલટ થવા જઈ રહી  હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે મુલાકાત મા જણાવ્યું હતું. તેઓએ સિધ્ધી સરોવર ની પાલિકા દ્વારા થનાર કાયાપલટ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું તો 400 બાય 400 મીટર વિસ્તારમાં પથરાયેલા આ સરોવરને પાલિકા દ્વારા અમૃતમ યોજના 2.0 અંતર્ગત નવો ઓપ આપવામાં આવશે.નગરપાલિકા દ્વારા રૂ. 4.20 કરોડના ખર્ચે સરોવરના બ્યુટિફિકેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરોવર ફરતે રેલિંગ,ડેકોરેટિવ વોલ, વોક-વે,ગાર્ડન બનાવવામાં આવશે.સાથે જ સ્ટ્રીટ લાઈટ,ઈરિગેશન વર્ક, ગઝેબો, ટોયલેટ બ્લોક અને સીસીટીવી કેમેરા સહિતની 11 સુવિધાઓ ઉભી કરાશે. 120 વિઘા વિસ્તારમાં પથરાયેલું આ સરોવર વર્ષ 2005થી સરદાર સરોવર પાણી પુરવઠા કલ્પસર વિભાગ હેઠળ આવે છે. સરોવર શહેરની સાડેસરા પાર્ટી વિસ્તારમાં સર્વે નંબર 28 અને 29 માં સ્થિત છે. આ સરોવર પ્રાચીન સ્થાપત્યના ગરનાળા અને અન્ય ઐતિહાસિક બાંધકામ ધરાવે છે. છેલ્લા દસ વર્ષમાં આ સરોવરમાં 30 જેટલા લોકોએ આપઘાત કર્યો છે. આ કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે પદ્મનાભ જંક્શન ખાતેથી ખુલ્લી કેનાલ દ્વારા સરોવરમાં લવાય છે. આ પાણીને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરીજનોને પીવા માટે આપવામાં આવે છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સિધ્ધી સરોવર ની કાયાપલટ માટે ની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરની કાયાપલટ માટે પાટણ નગરપાલિકા કટિબદ્ધ બની છે ત્યારે શહેરીજનો પણ આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર