રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 મે, 2025| Super Admin

પાટણ પાલિકાની ટીમે હાઇવે વિસ્તારમાં સ્વચ્છતા મામલે વેપારીઓને દંડયા

પાટણ પાલિકાની ટીમે હાઇવે વિસ્તારમાં સ્વચ્છતા મામલે વેપારીઓને દંડયા
પાટણ શહેરમાં દિન પ્રતિ દિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને શહેરની સ્વચ્છતા જાળવવા ગુરુવારે સવારે પાલિકાના એસઆઈ પાલ સહિત વોડૅ વિસ્તારના વોડૅ ઇન્સ્પેક્ટર સાથે સફાઈ કમૅચારીઓ અને દબાણ ટીમના કમૅચારીઓએ શહેરના સિધ્ધપુર ચારરસ્તા વિસ્તારમાં અભિયાન હાથ ધર્યું હતું.શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષ સહિતના માર્કેટમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો આગળ લારીઓ, ટેબલ અને શેડ સહિતના દબાણો ઉભા કરાતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સજૉતી જોવા મળી હતી. આ ટ્રાફિકને નિવારવા જાહેર રસ્તાઓ ઉપરના દબાણ હટાવવા જરૂરી બન્યા હોય અને તેને લઈને જ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ દબાણ હટાવ ઝુંબેશ અને સફાઈ અભિયાન ઝુંબેશ અંતર્ગત હાઈવે વિસ્તારમાં કેટલાક વેપારીઓ પાસેથી ગંદકી બદલ દંડ વસુલવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓને પોતાની દુકાન આગળના દબાણો હટાવી લેવા પાલીકા એસઆઈપાલ સહિતની ટીમે કડક સુચનાઓ આપી હતી. પાટણની પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે અને લોકો સમયસર પોતાના ધંધા રોજગાર અર્થે પોતાના ધંધાના કે ખરીદીના સ્થળ ઉપર ઝડપથી પહોંચી શકે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા હાઇવે ચાર રસ્તાથી રેલ્વે ગળનારા તરફ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવતાં દબાણ કારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ ઝુંબેશ દરમિયાન કેટલાક વેપારીઓએ નગર પાલિકાની ટીમને પોતાની દુકાન આગળ ક્યારેય પાલિકાના કમૅચારીઓ દ્રારા સફાઈ કરવામાં ન આવતી હોવાનું જણાવી વિસ્તારમાં ગંદકી સજૉતી હોવાનો બળાપો વ્યક્ત કરતાં પાટણ નગરપાલિકાની ટીમે સ્વચ્છતા બાબતે વિસ્તારમાં કોઈપણ સમસ્યા હોય તો ફોન કરજો તેવું આશ્વાસન આપી પોતાના અભિયાનમાં પુનઃ આગળ વધતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર