રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય23 એપ્રિલ, 2025| Super Admin

પીએમ મોદી સાઉદીની મુલાકાતે, કોંગ્રેસે નેહરુની 1956ની યાત્રાને યાદ કરી

પીએમ મોદી સાઉદીની મુલાકાતે, કોંગ્રેસે નેહરુની 1956ની યાત્રાને યાદ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે નીકળ્યા ત્યારે, કોંગ્રેસે મંગળવારે નવેમ્બર-ડિસેમ્બર 1955માં સાઉદી કિંગની ભારતની પહેલી મુલાકાતને યાદ કરી, ત્યારબાદ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ બીજા વર્ષે મધ્ય પૂર્વીય દેશ ગયા હતા. કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહાર પ્રભારી જયરામ રમેશે ૧૯૫૫માં સાઉદી રાજાની મુલાકાત અને ૧૯૫૬માં નેહરુની સાઉદી અરેબિયાની મુલાકાતના બે વિડિયો ક્લિપિંગ્સ શેર કર્યા હતા. વડાપ્રધાન સાઉદી અરેબિયાની મુલાકાત શરૂ કરી રહ્યા છે ત્યારે નવેમ્બર-ડિસેમ્બર 1955માં સાઉદી કિંગની ભારતની પહેલી મુલાકાતને યાદ કરવી યોગ્ય છે, તેવું જયરામ રમશે જણાવ્યું હતું. જયરામ રમેશે X પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, કિંગ સઉદ બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ 26 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 1955 દરમિયાન 17 દિવસ માટે ભારતમાં હતા, તેમણે નવી દિલ્હી, મુંબઈ, ખડકવાસલા, બેંગલુરુ, મૈસુર, હૈદરાબાદ, આગ્રા, અલીગઢ અને વારાણસીની મુલાકાત લીધી હતી. ૧૯૫૫માં સાઉદી કિંગની અસાધારણ મુલાકાત બે સોવિયેત નેતાઓ નિકિતા ખ્રુશ્ચેવ અને નિકોલાઈ બુલ્ગાનિનની સાથે થઈ હતી, જેમણે ૧૮ નવેમ્બર ૧૯૫૫ થી ૩૦ નવેમ્બર ૧૯૫૫ અને ફરીથી ૭ ડિસેમ્બર ૧૯૫૫ થી ૧૪ ડિસેમ્બર ૧૯૫૫ સુધી બે સમયગાળામાં કુલ ૧૯ દિવસ ભારતમાં વિતાવ્યા હતા, તેવું તેમણે કહ્યું હતું.

સંબંધિત સમાચાર