ખેડબ્રહ્મા શહેરમાં પસાર થતાં જૂના વડાલીના રસ્તા પર થયેલ દબાણો દૂર કરવા માટે સિટી સર્વે કચેરી દ્વારા 34 દબાણકર્તાઓને નોટિસ અપાઇ છે. ખેડબ્રહ્માના સિટી સર્વે નંબર 6602 જે મિલકત સરકાર હેડે રેકર્ડ કાર્યરત છે. આ શ્રી સરકારવાળી જમીનમાં દબાણ કર્તાઓ દ્વારા કાચાં-પાકાં દબાણ કરેલ છે. જે દબાણ દૂર કરવા નોટિસો પાઠવાઇ છે. અગાઉ પણ નોટિસ અપાઇ હતી. ત્યારે ચોમાસાની સિઝન હોય સમય લંબાવાયો હતો. તે સમય દરમિયાન દબાણકર્તાઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને તે હાલમાં પેન્ડીંગ છે. દબાણ કર્તાઓને તા.10 નવેમ્બર પહેલા સ્વ ખર્ચે દબાણ દૂર કરવા નોટિસ અપાઇ છે. જો દબાણકર્તાઓ જાતે દબાણ દૂર નહીં કરે તો તા. 11 નવેમ્બરના રોજ દબાણ હટાવાશે. દબાણ કરનાર દુકાનદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ જૂનો વડાલી ખેડબ્રહ્માનો રસ્તો છે જેને લઇ કોઈપણ જાહેરનામું બહાર પાડ્યું નથી. સિટી સર્વે નંબર 6602 બનાવેલ છે. જેમાં કોઈને પણ વાંધા વિરોધ લેવાયો નથી કે કોઈ કાર્યવાહી કરાઇ નથી. અમે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરેલ છે જે કેસ કોર્ટમાં ચાલુ છે તેમને અમોને ગુજરાત ટ્રિબ્યુનલમાં અપીલ કરવા જણાવેલ જેથી અમોએ ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસમાં ફરી અરજી કરેલ ત્યાંથી દબાણ દૂર કરવા હુકમ કરાયો છે અને 60 દિવસમાં કલેક્ટરને અપીલ કરવા સમય અપાયો છે.
ખેડબ્રહ્મામાં જૂના વડાલીના રસ્તે દબાણ દૂર કરવા 34 દુકાનદારોને નોટિસ પાઠવી

ટેગ્સ:#Gujarat#HIGH COURT#KhedBrahma#shopkeepers#Wadali#Monsoon Season#Notices#Wadali road#City Survey Office
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડરના રાણી તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબ્યો
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના દઢવાવ ગામે મહુવા અને મીઠડી ફળિયા માટે ડામર રોડ મંજૂર કરવા પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત
2 દિવસ પહેલા
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રેડ ક્રોસ સોસાયટીના નવીન ભવનનું ભૂમિપૂજન: માનવસેવા માટે ધમધમશે નવું સંકુલ
5 દિવસ પહેલા
