રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા29 એપ્રિલ, 2026| Super Admin

લાલપુરના યુવાનોની ઉમદા પહેલ: દિવંગત ભાઈઓના પરિવારને આર્થિક મદદ અર્પણ કરી

લાલપુરના યુવાનોની ઉમદા પહેલ: દિવંગત ભાઈઓના પરિવારને આર્થિક મદદ અર્પણ કરી

લાલપુર ગામમાં બનેલી કરુણ અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓના અકાળે અવસાન બાદ ગામના યુવાનો દ્વારા માનવતા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. લાલપુર યુવા મંડળ અને જાગૃત યુવા મિત્રોએ મળીને દિવંગત ભાઈઓના પરિવારને રૂ.41,150 (એકતાલીસ હજાર એકસો પચાસ) ની આર્થિક સહાય અર્પણ કરી છે.

તાજેતરમાં બનેલી આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી. પરિવારના કમાઉ બે દીકરાઓના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પરિવાર એકલો ન રહી જાય તે માટે લાલપુર યુવા મંડળ દ્વારા સહાય એકત્ર કરવાની પહેલ કરવામાં આવી હતી.મંડળના સભ્યો તેમજ ગામના ઉત્સાહી યુવાનોના સહયોગથી ટૂંકા ગાળામાં જ રૂ. 41,150 ની માતબર રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ આજે પરિવારને રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવી, જેને કારણે પરિવારને આર્થિક રીતે થોડી રાહત મળી છે.

લાલપુર યુવા મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, “પૈસાથી સ્વજનની ખોટ પૂરી શકાતી નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક રીતે થોડી રાહત મળે અને તેમને એવો અહેસાસ થાય કે આખું ગામ તેમની સાથે છે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” આ ઉમદા કાર્ય બદલ ગામલોકોએ યુવા મિત્રોની પ્રશંસા કરી છે. લાલપુરના યુવાનોની આ પહેલ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની છે કે મુશ્કેલીના સમયમાં સંગઠિત થઈને એકબીજાની મદદ કરવી એ જ સાચી માનવતા છે.

સંબંધિત સમાચાર