રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રમતગમત20 ઑગસ્ટ, 2026| Super Admin

લુઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનો મુકાબલો પાથિરાજ સામે થશે

લુઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનો મુકાબલો પાથિરાજ સામે થશે

ડાયમંડ લીગનો આગામી તબક્કો, જે બધા ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે, તે લૌઝેનમાં યોજાઈ રહ્યો છે. લૌઝેન ડાયમંડ લીગ 2026માં, ભારતીય ચાહકોનું ધ્યાન સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પર રહેશે, જે 21 ઓગસ્ટની રાત્રે એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાએ તાજેતરમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શ્રીલંકાના રોમેશ પથિરાજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે, નીરજ ફરી એકવાર રોમેશનો સામનો કરશે, જેનાથી ચાહકોમાં નોંધપાત્ર રસ જાગશે.

ફાઇનલમાં સ્થાન મેળવવા માટે નીરજ ચોપરા માટે લૌઝેન ડાયમંડ લીગ સ્ટેજ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નીરજ ચોપરા હાલમાં છ પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. રેન્કિંગમાં ટોચના 6 ખેલાડીઓ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. શ્રીલંકાના એથ્લેટ રુમેશ પથિરાજે ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે. પથિરાજે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, 9 ઇવેન્ટમાં ભાગ લીધો છે અને તેમાંથી 8 ઇવેન્ટમાં જીત મેળવી છે. નીરજ ચોપરા પીઠની ઇજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી રહ્યા છે જેના કારણે તે ઘણી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સથી દૂર રહ્યો હતો.

નીરજ ચોપરા અને રૂમેશ પાથિરાજ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેવા જઈ રહ્યા છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંકવાની ફાઇનલ ઇવેન્ટમાં 9મા ક્રમે રહેનાર અરશદ નદીમે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સની તૈયારી માટે દક્ષિણ આફ્રિકામાં તાલીમ લઈ રહ્યો છે. અરશદ ઉપરાંત, જર્મનીનો યુરોપિયન ચેમ્પિયન જુલિયન વેબર પણ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યો નથી. જોકે, આ હોવા છતાં, નીરજ માટે પડકાર સરળ રહેશે નહીં કારણ કે તેને વર્તમાન વિશ્વ ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ અને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે.

સંબંધિત સમાચાર