ભારતીય સ્ટાર ભાલા ફેંક ખેલાડી અને ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. ડાયમંડ લીગનો અંતિમ તબક્કો 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઝુરિચમાં યોજાયો હતો, જેના સમાપન સાથે ફાઇનલમાં સ્થાન મેળવનારા છ ખેલાડીઓના નામ પણ નક્કી કરવામાં આવ્યા હતા અને નીરજ ચોપરા 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યા હતા. નીરજ ચોપરાએ ઝુરિચ ઇવેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો જેથી તે ડાયમંડ લીગ ફાઇનલ અને ત્યારબાદના એશિયન ગેમ્સ 2026 માટે પોતાને ફ્રેશ રાખી શકે. નીરજ આ વખતે ડાયમંડ લીગની માત્ર બે ઇવેન્ટમાં ભાગ લીધો અને પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યો.
ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન થયેલી પીઠની ઇજામાંથી સ્વસ્થ થયા બાદ નીરજ ચોપરા સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે, જેમાં તેમણે ડાયમંડ લીગની ફક્ત બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આમ છતાં, તેઓ છ ખેલાડીઓની ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં 86.69 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા સ્થાને રહ્યા, ત્યારબાદ લૌઝેન ડાયમંડ લીગમાં તેમનો સીઝનનો શ્રેષ્ઠ 88.5 મીટરનો થ્રો રહ્યો . આ વખતે, શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે કુલ 39 પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટ સાથે ડાયમંડ લીગ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
નીરજ ચોપરાએ માત્ર બે ઇવેન્ટમાં ભાગ લીધા બાદ ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું

સંબંધિત સમાચાર
રમતગમતજાપાનમાં સુવિધાઓથી BCCI નાખુશ, એશિયન ગેમ્સમાં B ટીમ મોકલવાની તૈયારી
9 કલાક પહેલા
રમતગમતવૈભવ સૂર્યવંશીને U19 ટીમમાં સ્થાન ન મળ્યું
11 કલાક પહેલા
રમતગમતભારતીય મહિલા ટીમે હોકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવ્યું
13 કલાક પહેલા
રમતગમતBCCI એ ઓસ્ટ્રેલિયા સામેની ભારતની U19 ટીમમાં સેહવાગ અને દ્રવિડના પુત્રોની જાહેરાત કરી
1 દિવસ પહેલા
