પાટણ યુનિવર્સિટીના MSCIT વિભાગ ખાતે વિવિધ ડેની ઉજવણી અંતગૅત તા. 14 ફેબ્રુઆરીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઇન દિવસને બદલે બ્લેક ડે ઉજવી પુલવાના હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પિત કરી કેમ્પસ ખાતે આયોજિત રક્તદાન કેમ્પ સ્વૈચ્છિક રકતદાન કર્યુ હતું. ધારપુર હોસ્પિટલની મદદથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા નાગરિક કર્તવ્ય અને સામાજિક સેવાના ભાગરૂપે કુલ 51 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણ જતન માટે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતુ. યુનિવર્સિટીના MSCIT વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં ચાલું વર્ષે પણ ટ્રેડિશનલ ડે, કેમ્પસ ક્લીનિંગ ડે, ફૂડ ફેસ્ટ, ક્લાસ ડેકોરેશન વગેરે પ્રવૃતિઓ કરવામાં આવી હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું.
પાટણ યુનિવર્સિટીના MSCIT વિભાગે બ્લેક ડે નિમિતે વીર શહીદોને રક્તદાન અને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલી અર્પી

ટેગ્સ:#Celebration#Patan University#Pulwama Attack#planting trees#MSCIT department#Black Day#donating blood#Valentine's Day
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
18 કલાક પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
18 કલાક પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
