રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 માર્ચ, 2025| Super Admin

પાટણ માં ડબલ ઋતુના કારણે પાટણ સિવિલમાં રોજના 500 થી વધુ કેસો વાયરલ ઇન્ફેક્શનના

પાટણ માં ડબલ ઋતુના કારણે પાટણ સિવિલમાં રોજના 500 થી વધુ કેસો વાયરલ ઇન્ફેક્શનના
છેલ્લા એક મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે લોકો માં વાયરલ ઈન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે. શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 500 થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે; હવામાન વિભાગે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે. સાંજ પડતા જ ઠંડી શરૂ થઈ જાય છે. આ કારણે લોકોમાં શરદી-ખાંસી અને તાવના કેસો વધ્યા છે. પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી છે. આમાં 11,728 નવા દર્દીઓ અને 4,453 જૂના દર્દીઓનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં શરદી-ખાંસી, તાવ અને ઝાડા-ઉલટીના 1,206 કેસો નોંધાયા છે. મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઈન્ડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. ડૉક્ટરોના મતે આ સમયે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવા માટે લીબું પાણીનું સેવન, બહારના તળેલા ફરસાણ, ફાસ્ટ ફૂડ ન આરોગવા અને વાયરલ ઈન્ફેકશન ના દર્દીઓએ સમયસર ની સારવાર લેવા જણાવાયું છે.

સંબંધિત સમાચાર