રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

પતંગ દોરીને કારણે 50થી વધુ પક્ષીઓ ઘાયલ : આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યું

પતંગ દોરીને કારણે 50થી વધુ પક્ષીઓ ઘાયલ : આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યું

સાબરકાંઠા જિલ્લામાં વાસી ઉત્તરાયણના દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ પતંગ રસિયાઓએ આનંદ માણ્યો હતો. જોકે, પતંગના દોરાને કારણે 50થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાં સૌથી વધુ 32 કબૂતર, એક ટીંટોડી, એક હોલો અને એક લેલુનો સમાવેશ થાય છે. હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે પવનની ગતિ મંદ રહી હતી. આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યું હતું, જોકે ઠંડીનો ચમકારો ઓછો અનુભવાયો હતો. આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કરુણા અભિયાન અને સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. પક્ષીઓના રક્ષણ માટે અભિયાન અંતર્ગત 1200 ચકલીના માળા, 500 માટીના કુંડા અને 200થી વધુ ચણ માટેના ચાટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન કોઈ માનવીય અકસ્માત કે ઈજાના બનાવો નોંધાયા નથી, જેના કારણે વહીવટી તંત્રને રાહત રહી હતી. સમગ્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

સંબંધિત સમાચાર