રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા2 મે, 2026| Super Admin

મંત્રી જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકીય વંટોળ : ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર

બનાસકાંઠા/પાલનપુર: બનાસકાંઠાની ધરતી પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને મહિલાઓ સંદર્ભે કરવામાં આવેલી ટિપ્પણીએ રાજ્યભરમાં વિવાદનું મધપૂડો છંછેડ્યો છે. આ નિવેદનને અપમાનજનક ગણાવી કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને ગેનીબેન ઠાકોરે આકરા પ્રહારો કર્યા છે.

વિવાદનું કારણ: જગદીશ વિશ્વકર્માએ એક નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, "ભાજપનો બૂથનો કાર્યકર્તા તમારા સાડીના પલ્લુમાં બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાવીને આવ્યો છે." આ નિવેદનને મહિલાઓના સન્માન સાથે જોડીને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.

સાંસદ ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર: મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે:

  • સત્તાનો અહંકાર: ભાજપના નેતાઓમાં સત્તાનો અહંકાર આવી ગયો છે, જેના કારણે તેઓ મહિલાઓ વિશે મર્યાદા બહારની ભાષા વાપરી રહ્યા છે.
  • ચૂંટણી ચેલેન્જ: ગેનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠા બેઠક પરથી લડી બતાવો.
  • જનતાનો જવાબ: તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠાનું પાણી શું છે અને જનતા અહંકારી નેતાઓને કેવી રીતે પાઠ ભણાવે છે, તે 2027માં સાબિત થઈ જશે.


કોંગ્રેસનું સમર્થન: આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ જગદીશ વિશ્વકર્માના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને કોઈ પણ પક્ષના નેતાએ વિપક્ષી મહિલા નેતાઓ વિશે વાત કરતી વખતે સંયમ જાળવવો જોઈએ. આ નિવેદન બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિવાદે જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર