રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા; ગેરકાયદેસર ખનીજ ચોરીમાં 19 ડમ્પર સહિત એક હિટાચી મશીન જપ્ત

મહેસાણા; ગેરકાયદેસર ખનીજ ચોરીમાં 19 ડમ્પર સહિત એક હિટાચી મશીન જપ્ત

ગત ગુરુવારની સાંજે મહેસાણા ખાણ ખનીજ અને વિજાપુર પોલીસ સહિત મામલતદારની સંયુક્ત ટીમે વિજાપુર તાલુકાના સંગપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓના 19 ડંપર અને એક હિટાચી મશીન પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખાણખનીજ વિભાગની કડક કાર્યવાહીના કારણે મહેસાણા જિલ્લાના ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. જેમ બીજા જિલ્લાઓમાં સંયુક્ત ટીમો બનાવી અને રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મહેસાણા જિલ્લામાં પહેલ કરવામાં આવી છે, આવી પહેલ જો આખા જિલ્લામાં કરવામાં આવે તો ઘણા ગેરકાયદેસર ધંધા કરવાવાળા અને ખનીજ માફિયાઓ સીધા દોર થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મહેસાણા જિલ્લાની અંદર ભૂમાફિયાઓની અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવી એક આખી સ્કોડની નવી ટીમ ઊભી કરી સમગ્ર મહેસાણા જિલ્લામાં કાર્યવાહી કરવી જોઈએ જેનાથી ખનીજ માફિયાઓ ભુગર્ભ ઉતરી જશે અને ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીને અટકાવી શકાશે. સમગ્ર મહેસાણા જિલ્લામાં ભૂમાફિયાઓ દિવસેને દિવસે કાયદાનો ડર રાખ્યાં વગર જ નદીઓમાં રેતીનું ખનન અને જંગલ પહાડોમાં ખનિજનું ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરતા આવ્યા છે ત્યારે હવે એ સમય આવી ગયો છે કે આવા પ્રકૃતિને નુકશાન કરી માનવ જાતને નુકશાન કરતાં અસામાજિક તત્વો પર કાયદાનું ચાબુક ચાલે અને આવા ખનન કરનારા ભુમાફિયાઓ ખરા અર્થમાં ભૂગર્ભમાં ઉતરી જાય તેવા કડકમાં કડક પગલા લેવા માટે લોક માગ પણ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર