રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા27 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરાયું

પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરાયું
૧૧ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ ૩૧૬ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ; બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા આ સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરાયું હતું. આ પ્લેસમેન્ટ ફેરમાં, બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૪ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમા અભ્યાસ કરતા બી.ઇ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી.,બી.એ., બી. કોમ. અને એમ.કોમ.ના રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓના જુદા જુદા ૧૧ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટ ફેર માર્ચ-૨૦૨પ દરમ્યાન કુલ ૩૧૬ વિદ્યાર્થીઓને જુદા- જુદા ૧૧ ઔદ્યોગિક એકમો દ્વારા નોકરી માટે પસંદગી કરાઈ હતી તેમ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરના પ્લેસમેન્ટ અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત સમાચાર