રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત7 મે, 2026| Super Admin

મહુવા: સેંદરડા ગામે થતા બાળલગ્ન અટકાવી તંત્રની લાલ આંખ, વાલીઓ અને ગોર મહારાજ સામે ફરિયાદ

મહુવા: સેંદરડા ગામે થતા બાળલગ્ન અટકાવી તંત્રની લાલ આંખ, વાલીઓ અને ગોર મહારાજ સામે ફરિયાદ

ગત તા. 12-03-2026 ના રોજ મહુવાના સેંદરડા ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે આ લગ્નમાં કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી અને વરરાજાની ઉંમર 21 વર્ષથી ઓછી છે. આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.જી. ચૌધરીએ સ્થળ પર જઈને બંને પક્ષોના નિવેદનો લીધા હતા. તપાસ દરમિયાન પુરાવાઓથી સ્પષ્ટ થયું હતું કે આ લગ્ન બાળલગ્ન હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, અધિકારીએ ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજય મથુરભાઈ ચૌહાણ, ધીરૂ રામજીભાઈ પરમાર અને લગ્ન કરાવનારા ગોર મહારાજ સામે Child Marriage Restraint Act 2006 અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળલગ્નને પ્રોત્સાહન આપનાર કે તેમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર