રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સરોવર ભરાતા સ્થાનિકોમાં રોષ

પાલનપુરના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સરોવર ભરાતા સ્થાનિકોમાં રોષ
મહિલાઓ દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકામાં ઉગ્ર રજૂઆત; પાલનપુરમા માનસરોવર તળાવમાં જતુ શહેરનું ગંદુ પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઈની વાડીમાં ભરાઈ રહેતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા લોકો રોષે ભરાયા છે. આ રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી હોઇ સ્થાનિક મહિલાઓ પાલિકામાં દોડી આવી પ્રમુખને રજૂઆત કરી પંદર દિવસમાં પાણીનો નિકાલ કરવા અલ્ટીમેટમ અપાયું હતું અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી. પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં અગાઉ ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતુ હતુ.જ્યા હાલ વિકાસનું કામ ચાલી રહ્યું હોઇ ગટરનું પાણી બંધ કરાયું હતું. જેને લઇ આ દૂષિત પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઇની વાડીમાં ભરાતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા ચારેય તરફ ગંદકીથી દુર્ગધ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે પાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ નગરપાલિકામાં દોડી આવી હતી અને પાલિકા પ્રમુખને ગંદા પાણીનો નિકાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી અને પંદર દિવસમાં પાણીનો નિકાલ નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

સંબંધિત સમાચાર