રાધનપુરમાં ઓનલાઈન ગેસ બુકિંગ બંધ રહેતા એજન્સી પર બુકિંગ માટે લાઈનો લાગી

બે દિવસથી સવૅર ડાઉન હોય તંત્ર ને અવગત કરવામાં આવ્યા હોવાનું એજન્સી એ રટણ કર્યું
રાધનપુરમાં ગેસ એજન્સી ઉપર સવારથી જ રાંધણ ગેસ મેળવવા માટે ગ્રાહકો ની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગ્રાહકોનું કહેવું છે કે ફોન પર બાટલાઓનુ બુકિંગ બંધ થતાં અમારે ના છુટકે એજન્સી પર બાટલો નોધાવવા માટે આવવાની ફરજ પડી રહી છે.રાધનપુર ગેસ એજન્સી ના લેન લાઈન પર અનેક વખત કોલ કર્યા છતાં બુકિંગ ન થતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો.
સિલિન્ડર મેળવવા વૃદ્ધો-મહિલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે એજન્સી સામે લોકોએ પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. તો આ બાબતે ગેસ એજન્સી ના સંચાલકોએ જણાવ્યું હતું કે “સર્વર ડાઉન” હોવાના કારણે છેલ્લા બે દિવસથી ગેસ બુકિંગ વ્યવસ્થામાં ખલેલ પહોચી હોય આ બાબતે તંત્ર ને અવગત કરાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
15 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
15 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
