રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા24 એપ્રિલ, 2025| Super Admin

જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિંદુ પ્રવાસીઓની ગોળી મારી આંતકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર કલેકટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયુ હતું. જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ ફાંસી આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આંતકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલાં ભરવાની માંગ કરાઈ હતી.

સંબંધિત સમાચાર