રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય29 મે, 2025| Super Admin

દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું
એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશેઃનવા કાયદો બનવાથી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન હેઠળ એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે. દેશની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલ વધારવા અને તેઓને વધુ મબજૂત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકે તે માટે ૨૧મેથી ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશન એક્ટ-૨૦૨૩ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. નવા કાયદો બનવાથી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન હેઠળ એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે. આ કમાન્ડર સૈનિકોને કોઈ પણ સેના સાથે જોડાયેલા સૈનિકોને કંટ્રોલ અને કાર્યવાહી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પહેલા ૨૦૨૩નાં ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ રજુ કરાયું હતું. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ-૨૦૨૩માં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી હતી અને પછી તેને ૧૦ મે-૨૦૨૪થી લાગુ કરી દેવાયો હતો. નવા નિયમ માટે સરકારે બુધવારે (૨૮ મે) સત્તાવાર રાજપત્ર જાહેર કરી સૂચિત કરી દીધો છે. ૧. નવા નિયમો મુજબ હવે કોઈપણ સેવા અધિકારી (જેમ કે આર્મી અધિકારી) ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશનમાં કાર્યરત કોઈપણ અન્ય સેવા (નૌકાદળ કે વાયુસેના)ના જવાનને કમાન્ડ આપી શકશે.અગાઉ સેના, નૌકાદળ અને વાયુસેનાના અધિકારીઓ માત્ર પોતાના જ જવાનોને આદેશ આપી શકતા હતા, જેના કારણે સંચાલનમાં અચડણો ઉભી થતી હતી. ૨.  નવા નિયમના કારણે હવે એક અધિકારી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા તમામ જવાનોને કંટ્રોલ કરી શકશે. એક સંબંધિત અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ પાવર આપવામાં આવશે, જેઓ કોઈપણ સેના (આર્મી, નેવી, એરફોર્સ)ના જવાનો સંબંધી નિર્ણય લઈ શકશે. જૂનો નિયમ ચોક્કસ સેવાના અનોખા કામકાજના વાતાવરણને ધ્યાને રાખીને બનાવાયો હતો. આવી સ્થિતિમાં જવાનને વહીવટી કાર્યવાહી માટે તેમના મૂળ સેવા એકમોમાં પાછા મોકલવાની જરૂર પડતી હતી, જેના કારણે વધુ સમય બગડતો હતો અને જવાનના આવન-જાવનમાં નાણાંનો પણ વેડફાટ થતો હતો. ૩. નવા કાયદાથી હવે એક યુનિટ અથવા એસ્ટેબ્લિશમેન્ટના સૈનિકોને એક કરવામાં મદદ કરશે, જેના કારણે ઘણી વખત અનુશાસનહીનતાનો મામલો સામે આવતો હતો. જોકે હવે આ મામલે વહેલો નિર્ણય લઈ શકાશે. અગાઉ જ્યારે અનુશાસનહીનતા થતી હતી, તે તે એક ઈનડિસિપ્લિન મામલે ત્રણ જુદા જુદા સ્થળે કાર્યવાહી થતી હતી. જ્યારે આવી જુદી કાર્યવાહી થાય તો તેના પરિણામ પણ ત્રણ જુદા જુદા હોઈ શકતા હતા.

સંબંધિત સમાચાર