મોંઘવારીનો માર : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો

જીએસટી રાહત મળ્યા બાદ લોકો મોંઘવારીનો ભોગ બન્યા : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂા.૧૫.૫૦નો વધારો કર્યો
દશેરાના એક દિવસ પહેલા, લોકો મોંઘવારીનો ભોગ બન્યા છે. આજથી ૧૯ કિલોગ્રામનું કોમર્શિયલ LPG સિલિન્ડર વધુ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂ.૧૫.૫૦નો વધારો કર્યો છે. આ સાથે, દિલ્હીમાં તેની કિંમત હવે રૂા.૧૫૯૫.૫૦ થઈ ગઈ છે. આ નાણાકીય વર્ષમાં આ પહેલો ભાવ વધારો છે. આ પહેલા, તે સતત છ મહિના સુધી ઘટાડવામાં આવ્યો હતો. જોકે, ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત યથાવત રહી છે. દિલ્હીમાં તેની કિંમત રૂા.૮૫૩ પર યથાવત છે. છેલ્લે ૮ એપ્રિલે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
વાદળી સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં રૂા.૧૭૦૦.૫૦, મુંબઈમાં રૂા.૧૫૪૭ અને ચેન્નાઈમાં રૂા.૧૭૫૪.૫૦ થઈ ગઈ છે. અગાઉ, દિલ્હીમાં તેની કિંમત રૂ.૧૫૮૦ હતી. તે કોલકાતામાં રૂા.૧૬૮૪, મુંબઈમાં રૂા.૧૫૩૧.૫૦ અને ચેન્નાઈમાં રૂા.૧૭૩૮માં ઉપલબ્ધ હતી. ૧૯ કિલોગ્રામનું સિલિન્ડર હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાય છે, અને તેથી તેને હલવાઈ સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કિંમતમાં આ વધારાથી બહાર ખાવાનું મોંઘુ થઈ શકે છે
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'DK-DK' ના નારાથી ગુસ્સે થયેલા મલ્લિકાર્જુન ખડગેએ CM શિવકુમારની સામે સ્ટેજ પરથી પાર્ટીના કાર્યકરોને ઠપકો આપ્યો
6 દિવસ પહેલા
રાષ્ટ્રીયફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી 7 લોકોના મોત, 67 કામદારો હોસ્પિટલમાં દાખલ
6 દિવસ પહેલા
રાષ્ટ્રીયદેશભરમાં પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, 551 શહેરોમાં પરીક્ષા યોજાઈ
6 દિવસ પહેલા
રાષ્ટ્રીયમહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, ઉદ્ધવ ઠાકરેના બળવાખોર સાંસદ ઓમરાજે નિમ્બાલકર ધારાશિવ જવા રવાના, છ સાંસદો અંગે નવા સંકેતો મળ્યા
6 દિવસ પહેલા
