રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

ભારતે પાકિસ્‍તાનમાં ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યુ

ભારતે પાકિસ્‍તાનમાં ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યુ

જમ્‍મુ કાશ્‍મીરમાં ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્‍તાનને વળતો જવાબ આપ્‍યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્‍તાનમાં આતંકી કેમ્‍પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્‍કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્‍તાન અને પીઓકેના ૯ સ્‍થળોએ હવાઇ હુમલા કર્યા હતા. જોકે, આ હુમલા દરમિયાન મહત્‍વની બાબત એ હતી કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની ૨૩ મિનિટ દરમ્‍યાન ચીની બનાવટની એર ડિફેન્‍સ સિસ્‍ટમને જામ કરી દીધી હતી.ભારતીય સેનાને ઓપરેશન સિંદૂર દરમિયાન સૌ પ્રથમ ચીની બનાવટની એર ડિફેન્‍સ સિસ્‍ટમને જામ કરી દીધી હતી. તેની બાદ એક પછી એક ટાર્ગેટ હિટ કરીને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્‍યું હતું. તેમજ પાકિસ્‍તાન સેના કશું સમજે એ પૂર્વે તો ભારતીય સેનાએ ઓપરેશન સમેટી લીધું હતું.

સંબંધિત સમાચાર