ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ અગાઉ આણંદ પાસે ખંભાતની એક ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓની તપાસમા મોટો ખુલાસો થયો છે. તે કેસમાં એટીએસએ ફેક્ટરીમાંથી 5 આરોપી અને એક રિસીવર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપી રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડરનો મોટો જથ્થો ધોળકામાં સંતાડી રાખ્યો હતો. ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું, જેમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા વેર હાઉસમાંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ ટેબ્લેટના પાઉડરનો જથ્થો મળી આવ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારનો ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવામાં આવતો હોય અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કરતા હોય છે, તેવામાં આ કેસમાં એટીએસની ટીમે વેર હાઉસ મોટી સંખ્યામાં પેકેજિંગ ફોઈલ અને પેકિંગ બોક્ષ પણ મળી આવ્યા છે. આ આરોપી ટ્રામાડોલનો જથ્થો બ્લેક માર્કેટમાં વેચવાનો હતો, જેથી રણજીત ડાભી આ ટ્રામાડોલનો જથ્થો કોને આપવાનો હતો, આ જથ્થો કોને બનાવ્યો અને અગાઉ ટ્રામાડોલનો જથ્થો મોકલવામાં આવ્યો છે કે નહીં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસની તપાસમાં ખંભાતમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનાં તાર ધોળકા સુધી પહોંચ્યા

સંબંધિત સમાચાર
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિએ કેન્દ્રીય યોજના સંબંધિત પદ પરથી રાજીનામું આપ્યું
2 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં નદીમાં હોડી પલટી જતાં 15 મહિનાના બાળકનું મોત
3 દિવસ પહેલા
