રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત9 ફેબ્રુઆરી, 2025| Super Admin

જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભેરવી ઉછાળી; રોડ પર પટકતા મૃત્યુ

જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભેરવી ઉછાળી; રોડ પર પટકતા મૃત્યુ

રખડતા ઢોરની સમસ્યા શેરી વિસ્તારોમાં તો યથાવત છે ત્યારે દરેડ નજીક ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર હરિયા સ્કૂલ વિસ્તારમાં રખડતા ઢોરે એક વૃદ્ધાને શિંગડે ભેરવી રોડ પર પછાડ્યાં હતા. જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે, સારવારમાં મહિલાનું મૃત્યુ થયું છે. જામનગરમાં કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય શોભનાબેન જેવરસિંહ સોલંકી 6 ફેબ્રુઆરીના સાંજે હરિયા સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો. રખડતા ઢોરે મહિલાને શિંગડે ભેરવી રોડ પર પટકી દીધા હતા. આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે, બીજા દિવસે શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સામે આવ્યા છે. જામનગર શહેરમાં રખડતા ઢોરના કારણે આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્રોશ છે કે, મ્યુનિસિપલ તંત્ર આ સમસ્યા પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

સંબંધિત સમાચાર