રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા15 નવેમ્બર, 2025| Super Admin

મહત્વપૂર્ણ ચુકાદો : મહેસાણા સેસન્સ કોર્ટ 307ના ગુનાના 3 આરોપીને પાંચ વર્ષ સખત કેદની સજા

મહત્વપૂર્ણ ચુકાદો  : મહેસાણા સેસન્સ કોર્ટ 307ના ગુનાના 3 આરોપીને પાંચ વર્ષ સખત કેદની સજા

મહેસાણા જિલ્લાના જૂની સેઢાવી ગામમાં ગત થોડા વર્ષો અગાઉ નજીવી બાબતે તકરાર થતા જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી જેના ફરિયાદી મયુરસિંહ વિષ્ણુસિંહ ચાવડા પર તારીખ 22/9/2020 ના રોજ તેજ ગામના ચાવડા અનિલસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભરતજી ઉર્ફ ભારથાજી હેમાજી, ચાવડા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુજી હેમાજી, ચાવડા ચેતનસિંહ જશુજી મગનજીએ અચાનક આવી કુલદીપસિંહ ઉપર અર્જુનસિંહે હાથમાં રાખેલી છરી પેટના ભાગે ડાબા પડખામાં મારેલ તેમજ ચાવડા રાજુજી હેમાજીએ છરી વડે ગળા ઉપર જમણા કાનની નીચેના ભાગે તેમજ ચેતનજી જશુજીએ હાથમાં રહેલ ધોકો કપાળમાં વચ્ચેના ભાગે મારીને મયુરસિંહ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવવાની કોશિશ કરેલ. ત્યાર બાદ મયુરસિંહને ઘાયલ અને બેભાન અવસ્થામાં શંકુઝ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા જ્યારે ત્યાં બાદ વધુ સારવાર અર્થે ઝાયડ્સ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર માટે દાખલ કરેલ હતા. જે બાબતની પોલીસ ફરિયાદ લાંઘણજ પોલીસ મથકે દાખલ કરી હતી. આ ઘટમાં અંગે લાંઘણજ પોલીસે ઉપરોક્ત ત્રણેય નામે ચાવડા અનિલસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભરતજી ઉર્ફ ભારથાજી હેમાજી, ચાવડા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુજી હેમાજી, ચાવડા ચેતનસિંહ જશુજી મગનજી નામના ઈસમો વિરુદ્ધ હત્યા કરવાની કોશિશ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસ તપાસ બાદ ચાર્જશીટ મહેસાણાની નામદાર કોર્ટમાં રજૂ કરેલ. જે કેસમાં મહેસાણા જિલ્લા પ્રિન્સિપાલ સેસન્સ જજ શ્રી એ.એલ.વ્યાસ સાહેબે સરકારી વકીલ શ્રી એસ.આર.પટેલ તેમજ ફરિયાદીના વકીલ શ્રી જે.બી.ચાવડાની દલીલો તેમજ નામદાર કોર્ટમાં રજૂ કરેલા પુરાવાઓ બાદ નામદાર કોર્ટે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને આઈપીસી કલમ 307,114, તેમજ જીપી એક્ટ 105 મુજબ 307નો ગુના માનીને તકસીરવાર ઠહેરાવી આઈપીસી કલમ 307 મુજબ 5 વર્ષની સખત કેદ અને 5000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સખત સજા તેમજ જીપી એકટ 135 મુજબ એક મહિનાની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. તમામ આરોપીઓ જામીન મુક્ત હોઈ તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં (સબ જેલ) લેવાનો હુકમ કરેલ છે. જ્યારે આજ ગામના ચાવડા વિવેકસિંહ વેલાજીએ સદરૂ મયુરસિંહ વિષ્ણુજી ચાવડા, અમરસિંહ ચંદુજી ચાવડા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ચાવડા ઉપર આઈપીસીની કલમ 324, 325, 504, 114 થતા જીપી એકટ 135 મુજબની ફરિયાદ લાંઘણજ પોલીસ મથકે દાખલ કરી હતી. જે કેસમાં નામદાર કોર્ટે બચાવપક્ષના વકીલ  જે.બી.ચાવડાની દલીલો તેમજ પુરાવાઓ જોતા મહેરબાન મહેસાણા જિલ્લા પ્રિન્સિપાલ સેસન્સ જજ શ્રી એ.એલ.વ્યાસ સાહેબે ત્રણેય મયુરસિંહ વિષ્ણુજી ચાવડા, અમરસિંહ ચંદુજી ચાવડા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ચાવડાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.    

સંબંધિત સમાચાર