કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના તાજેતરના નિવેદનનો સીધો જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેણે ઇતિહાસમાંથી શીખવું જોઈએ અને ભારતની સાર્વભૌમત્વને પડકારવાની ભૂલ ન કરવી જોઈએ.
રાજનાથ સિંહે કહ્યું કે, "પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે, હું કહેવા માંગુ છું કે તેમણે એ ન ભૂલવું જોઈએ કે 55 વર્ષ પહેલાં 1971 માં, પાકિસ્તાને એક વખત બંગાળ તરફ નજર નાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું, એક પાકિસ્તાન બન્યું અને બીજું બાંગ્લાદેશ બન્યું હતું. વધુમાં તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ફરીથી બંગાળ પર નજર રાખવાનો પ્રયાસ કરશે તો તેના પરિણામો શું આવશે તે ભવિષ્ય જ કહેશે. સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર નિવેદનબાજી અને તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે ભારતને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ દુ:સાહસનો સામનો કોલકાતા પર હુમલો કરવામાં આવશે. પોતાના વતન સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા, આસિફે કહ્યું,કે જો ભારત આ વખતે અમારા પર દોષારોપણ કરીને (લશ્કરી) કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે, તો અમે કોલકાતાને નિશાન બનાવીશું.
"જો તમે બંગાળ તરફ જોશો તો તમને કડક જવાબ મળશે," રાજનાથ સિંહનો પાકિસ્તાનને સીધો સંદેશ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશભરમાં ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર મોટી કાર્યવાહી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ, ત્રણેય નામ ખૂબ જ મહત્વપૂર્ણ
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમની જાહેરાત
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયભાજપ સંગઠનમાં ફેરફાર: સ્મૃતિ ઈરાની-વસુંધરા રાજેને મહત્વની જવાબદારી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા
2 દિવસ પહેલા
