રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

ઇડર પોલીસની લાલ આંખ: આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક ટ્રાફિક ડ્રાઇવ શરૂ

ઇડર પોલીસની લાલ આંખ: આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક ટ્રાફિક ડ્રાઇવ શરૂ

ઈડર શહેરના રસ્તાઓ પરથી ટ્રાફિકનું ગ્રહણ હટાવવા અને પ્રજાને જાહરાતમાં હાલાકીમાંથી મુક્તિ અપાવવા માટે ઈડર ટાઉન પોલીસે પૂર્ણ સત્તા સાથે કડક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી ઠંડા પડેલા ટ્રાફિક ડ્રાઇવના નિયમોને પોલીસે પુનઃ સક્રિય કરીને સપાટો બોલાવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા બજાર વિસ્તારોમાં આડેધડ અને અડચણરૂપ રીતે પાર્ક કરેલા ૨૦થી વધુ વાહનો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

બજારમાં અવરોધ ઊભો કરતા વાહનચાલકો સામે પોલીસની લાલ આંખ

શહેરના મુખ્ય વેપારી મથકો અને બજારોમાં દુકાનો સામે જ આડેધડ વાહનો ખડકી દેવાની કૂટેવને કારણે માર્ગો સાંકડા બની જતા હતા. જેને લીધે રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો ભોગ બનવું પડતું હતું. પ્રજાની સતત મળતી ફરિયાદોને ધ્યાને લઈ ઈડર ટાઉન પોલીસની ટીમે અચાનક સપાટો બોલાવી રસ્તા વચ્ચે અવરોધરૂપ બનેલા વાહનોને દંડ્યા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

નિયમભંગ કરશો તો દંડાશો: આગામી દિવસોમાં ડ્રાઇવ વધુ આક્રમક બનશે

પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર માર્ગો એ મનસ્વી પાર્કિંગ માટે નથી. ટ્રાફિક શિસ્તનું પાલન દરેક નાગરિકની ફરજ છે. અગાઉ આ ઝુંબેશ મિશ્ર પ્રતિસાદ બાદ ધીમી પડી ગઈ હતી, પરંતુ હવે ઈડર પોલીસ સ્ટેશનને મળેલી વિશેષ સત્તા અને કડક અમલીકરણના આદેશ સાથે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

જાગૃત બનો, સહયોગ આપો!

શહેરમાં સુચારુ વાહનવ્યવહાર અને ટ્રાફિક મુક્ત વાતાવરણ જાળવવા માટે પોલીસની આ કામગીરીને વેપારીઓ અને સ્થાનિક નાગરિકો તરફથી આવકાર મળ્યો છે. ઈડરના પ્રબુદ્ધ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યાએ જ ઊભા રાખે અને શહેરની સિસ્ટમને સુવ્યવસ્થિત બનાવવામાં પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપે.

વિશેષ ટ્રાફિક ચેતવણી: હવે આડેધડ પાર્કિંગ પડશે મોંઘું, સીધો ₹૧૦૦૦નો દંડ!

ઈડર શહેરના નાગરિકો અને વાહનચાલકો ખાસ ધ્યાન આપે! જાહેર માર્ગો, બજારના મુખ્ય વિસ્તારો કે નો-પાર્કિંગ ઝોનમાં અડચણરૂપ રીતે વાહન પાર્ક કરનાર સામે ઈડર ટાઉન પોલીસ હવે ભારે આકરા પાણીએ છે. નિયમભંગ કરનાર વાહનચાલકો પાસેથી સ્થળ પર જ ₹૧૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે. શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ માત્ર પોલીસની જ નહીં, પણ આપણા સૌની નૈતિક જવાબદારી છે. દંડની કાર્યવાહીથી બચવા અને શહેરની ટ્રાફિક સિસ્ટમને સુગમ બનાવવામાં પોલીસ તંત્રને સહયોગ આપો—વાહનો યોગ્ય પાર્કિંગ જગ્યાએ જ ઊભા રાખો.

ટેગ્સ:#Idar Police

સંબંધિત સમાચાર