તિરંગાના રંગે રંગાયું હિંમતનગર; મહિલાઓએ સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું

લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા દર્શાવી; સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સુશ્રી કૌશલ્યા કુંવરબા પરમાર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રા નલિન કાન્ત ગાંધી ટાઉન હોલથી નીકળી વિવિધ વિસ્તારો ફરી ટાવર રોડ સુધી યોજાઈ હતી. આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા બિરદાવી હતી. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં વિવિધ સંગઠનની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
ટેગ્સ:#Indian army#patriotism#Himatnagar#Sabarkantha District#Women Empowerment#Cultural Celebration#National Pride#Operation Sindoor#Support for Armed Forces#Tiranga Yatra#Community Event#Tricolor Celebration#Bravery of the Army#Red Sarees and Vermilion
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
16 કલાક પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
16 કલાક પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
3 દિવસ પહેલા
