રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 એપ્રિલ, 2026| Super Admin

હાઈકોર્ટનો મોટો નિર્ણય: પાટણમાં પત્નીની હત્યાના ગુનેગાર પતિની આજીવન કેદની સજા રદ્દ કરી

હાઈકોર્ટનો મોટો નિર્ણય: પાટણમાં પત્નીની હત્યાના ગુનેગાર પતિની આજીવન કેદની સજા રદ્દ  કરી

પાટણની સેશન્સ કોર્ટે પત્નીની હત્યાના ગુન્હામાં સજા ફટકારી તો હાઇકોર્ટે નિર્દોષ છોડયો

વર્ષ 2013માં ચાણસ્મા પોલીસ મથકે એક પતિ સામે પત્નીની હત્યા અને અને ઘરેલુ હિંસા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ પાટણની સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા વર્ષ 2017માં કોર્ટે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.જેની સામે પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી,જે કેસમાં હાઈકોર્ટે પતિને નિર્દોષ છોડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કેસની વિગતો જોતા દંપતીને તત્કાલીન સમયે 14 વર્ષનો દીકરો હતો. પત્ની અવાર નવાર રિસાઈને પિયરમાં આવતી હતી. પત્ની બહાર કામ કરતી હોવાથી તેનો પતિ તેની પર શંકા રાખીને તેને હેરાન કરતો હતો. પિયરીયા તેને સમજાવીને સાસરે મોકલી આપતા હતા. એક દિવસ પિયરીઓને પરિણીતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા.તેઓ સાસરીએ પહોંચતા મૃતક મહિલાના ગળા ઉપર નિશાન જોવા મળ્યા હતા અને જમાઈ ઘરે હાજર નહોતો. જેથી જમાઈએ જ પરિણીતાની હત્યા કરી નાખી છે. તેવી પોલીસ ફરિયાદ તેઓએ નોંધાવી હતી. પાટણની સેશન્સ કોર્ટે 25 સાહેદ અને 23 દસ્તાવેજી પુરાવાને આધારે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.પાટણની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યારે આ ઘટના બની ત્યારે પતિ અને પત્ની બંને ઘરમાં એકલા હતા. પતિ શરાબ પીવાની આદત ધરાવતો હતો. બીજી તરફ દલીલ કરાઈ હતી કે અગાઉ પત્નીને પતિ હેરાન કરતો હતો તેવી કોઈ ફરિયાદ નોધાઇ નથી.

આ કેસમાં કોઈ નજરે જોનારા સાહેદ નથી. જો કે ગળાના ભાગે નિશાન હોવાથી અને વૈજ્ઞાનિક પુરાવા મુજબ ગળા ઉપર દબાણ આવવાથી મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે આરોપી પતિને સજા કરવામાં આવી છે. જે સાક્ષીઓએ જુબાની આપી હતી, તેઓ મૃતકના સંબંધીઓ હતા. અને ઘટનાના કોઈ પ્રત્યક્ષ સાક્ષી નહોતા. આરોપીના પરિવારના સભ્યો હોસ્ટાઇલ થઈ ગયા હતા. જે પ્રોસિક્યુશનના કેસને નબળો પાડે છે, કોર્ટે ઘટનાને સાંકળતી ચેન અખંડ રહેતી નથી. તેમજ પ્રોશિક્યુશનના કેસ શંકાથી પરે સાબિત થતો નથી.તેમ જણાવી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર