રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લામાં તમામ પરિસ્થિતિમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

પાટણ જિલ્લામાં તમામ પરિસ્થિતિમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
કેમ્પમાં ૧૦૯૯ પોલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું આ કેમ્પમાં ૧૦૯૯ પલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું હતું. પાટણ શહેર અને જિલ્લામાં દિવસ-રાત લોકોની સુરક્ષા કરતી પોલીસને સ્વાસ્થ્ય સબંધી થતી નાની-મોટી બિમારી થતી અટકાવી શકાય તે સારૂ જિલ્લા પોલીસ વડા દ્રારા ગુરૂવારે હેલ્થ ચેકઅપ કેમ્પનુ પ્રથમ તબક્કે પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અલગ-અલગ વિભાગના જાણકાર ડૉક્ટરોઓએ હાજર રહી કુલ-૫૯૦ જેટલા પોલીસ અધિકારી,કર્મચારી તેમજ તેઓના પરીવારજનોની મેડીકલ તપાસણી કરેલ. ત્યારબાદ રાધનપુર ડિવીઝનના પોલીસ અધિકારી, કર્મચારીઓની મેડીકલ ચકાસણી માટે કેમ્પનુ આયોજન રોટરી હોલ રાધનપુર ખાતે રાખેલ જેમાં જાણકાર ડૉક્ટરોએ કુલ-૨૪૯ જેટલા પોલીસ ની મેડીકલ તપાસણી કરેલ. ત્યારબાદ મેડીકલ ચકાસણીમાં બાકી રહેલ પોલીસ અધિકારી- કર્મચારીઓ માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે  બે વખત મેડીકલ કેમ્પ રાખેલ અને જેમાં કુલ-૨૬૦ પોલીસો ની મેડીકલ ચકાસણી કરેલ હતી. ઉપરોક્ત તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓના ECG રીપોર્ટ કરેલ અને જરૂરી હેલ્થને લગતી વિગતોની હેલ્થકાર્ડમાં નોંધ કરવામાં આવેલ અને ડૉક્ટરોના અભિપ્રાય મુજબ તેમજ ૪૦ વર્ષથી ઉપરની વયના તમામ પોલીસ અધિકારી - કર્મચારીઓના જરૂરી રીપોર્ટ સારૂ મોકલવામાં આવેલ. જે તમામ રીપોર્ટો ડૉક્ટરોનાઓને બતાવી,નાનીમોટી બિમારી ધ્યાને આવેલ પોલીસ અધિકારી -કર્મચારીને ડૉક્ટરોની સલાહ મુજબ તેઓને પોલીસ અધિક્ષક દ્વારા વધુ સારવાર સારૂ મોકલવામાં આવેલ, જેના કારણે બિમારીને આગળ વધતી અટકાવી શકાઇ અને રીપોર્ટોમાં આવેલ અન્ય નાની-મોટી બિમારીવાળા અધિકારી-કર્મચારીઓ માટે જે-તે બિમારી લગત જરૂરી સલાહ મળી રહે તે સારૂ વધુ એક વખત મેડીકલ કેમ્પનું આયોજન  કરવામાં આવનાર છે. આમ અલગ-અલગ તબક્કામાં મેડીકલ કેમ્પનુ આયોજન કરી કુલ ૧૦૭૫ પોલીસ અધિકારી-કર્મચારીઓ તેમજ ૨૪ પોલીસ પરિવારના સભ્યો મળી કુલ-૧૦૯૯ જેટલા પોલીસ અધિકારી-કર્મ ચારીઓ તથા પોલીસ પરિવારના સભ્યોની મેડીકલ ચકાસણી કરવામાં આવેલ હતી.

સંબંધિત સમાચાર