રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 એપ્રિલ, 2025| Super Admin

સરકારનો પાઈપલાઈન થી તળાવો ભરવાનો પ્રોજેક્ટ ગતકડાં સમાન

સરકારનો પાઈપલાઈન થી તળાવો ભરવાનો પ્રોજેક્ટ ગતકડાં સમાન
ડીસા તાલુકાના અનેક ગામોમાં ના તળાવો માં નર્મદાનું પાણી લાવવાની યોજના હેઠળ કોરાધાકોર તળાવો‌ માંથી સિંચાઇ માટે વિજ કનેકશન આપ્યા પરંતુ તળાવોમાં પાણી જ નથી; ખેડૂતો, બનાસકાંઠાને નંદનવન બનાવવાના દાવાઓ સાથે સરકારે ગામડાઓમાં આવેલા મોટા તળાવોને પાઇપલાઇનથી ભરવા તેમજ કુવામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી કુવા રિચાર્જ કરવાની યોજના અમલમાં મૂકી છે. પાંચ ફેજની આ કામગીરીમાં ચાર ફેઝની કામગીરી વિવિધ એનજીઓએ પૂરી કરી છે. ભૂગર્ભ જળના નીરને કેવી રીતે ઊંચા લાવી શકાય તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. પાંચમા તબક્કામાં હવે સરકાર પાઈપલાઈન મારફતે તળાવમાં પાણી ભરી ભૂગર્ભ જળ ઊંચા લાવવા પ્રયાસ હાથ ધરી રહી છે. ૭૦ થી ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલા મોટા તળાવમાં પાઈપલાઈન થી ભરાતા પાણીથી કંઈ ફેર પડશે નહી. સરકાર ખરેખર ખેડૂતોની મદદગાર બનવા માંગતી હોય તો મોટા તળાવો સાથે આજુબાજુના ૧૫-૨૦ ગામોને નહેરો વાટે પાણી આપવામાં આવે તો સરકારનો હેતુ સિદ્ધ થઈ શકે તેમ છે. સરકારના તળાવો ભરવાના દાવાઓ વચ્ચે રિયાલિટી ચેક કરતા ૪૦ થી ૪૧ ડિગ્રી તાપમાન વચ્ચે તળાવો કોરા ધાકોર ભાસી રહ્યા છે. ડીસા તાલુકાના અનેક ગામોમાં ના તળાવો માં પાણી વગર ખાલી જોવા મળી રહ્યા છે. જેમાં ઝેરડા ગામના પ્રસિદ્ધ ગુલાબસાગર ૧૦૦ વીઘામાં અને ભાદેડું તળાવ ૩૫ વીધા વિસ્તારમાં પથરાયેલુ છે. પરંતુ તેમાં ટીપુંય પાણી દેખાતું નથી. તળાવોની પાળે અગાઉ જેમ લીલા ઘટાદાર વૃક્ષો દેખાતા હતા તેની જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ તળાવોના કાંઠે છે. સરકાર અને નેતાઓ ગામમાં આવે છે. ઢોલ ધબુકો કરે છે. ફૂલમાળાઓ અને ભાષણો નો મારો ચલાવી ચાલ્યા જાય છે.પણ તળાવોમાં પાણી ક્યારે આવશે તેનો કરેલ વાયદો હજુ સુધી ફળ્યો નથી.આ તળાવોમાં નર્મદાનું પાણી લાવવામાં આવશે, આ ઉપરાંત જે તળાવો માં નર્મદાની પાઇપ લાઇન નાંખવા આવી છે તેવા તળાવામાં પણ પાણી અપાતું નથી જેથી તે તળાવો ખાલી જોવા મળી રહ્યા છે. તળાવો ભરાશે અને ગામડાઓમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે તેવા દાવા હાલતો મૃગજળ સાબિત થયા છે. ૧૦૦ વીઘામાં પથરાયેલા ગુલાબસાગર અને ભાદેડુ તળાવમાં પાણીનું ટીપુંય નથી; આ મામલે સ્થાનિક લોકા ના એ જણાવ્યા પ્રમાણે ગુલાબસાગર તળાવ રાજા મહારાજા સમયનું છે. આ જ તળાવનું પીવાનું અને ખેતીનું પાણી પૂરું પાડતું હતું. આ તળાવ તે સમયે ૨૦૦ એકરમાં લંબાયેલ હતું. જે હાલ અડધું ઓછું ૧૦૦ એકર જેટલું થયું છે. આજ દિન સુધી આ તળાવ કુદરતી રીતે રાજસ્થાનના ઉપરવાસના વરસાદમાં અનેક વખત ભરાયું છે.પણ સરકાર કહે તે રીતે કુત્રિમ રીતે ભરાયું નથી સરકારના તળાવો ભરવાના દાવા પોકળ પુરવાર થઈ રહ્યા છે. રાજ્ય સરકારે તળાવો માંથી સિંચાઇ કરવા માટે વિજ કનેકશન આપ્યા પરંતુ તળાવમાં પાણી નથી; આ અંગે ઢેઢાલ અને દામા ગામના સ્થાનિકો એ જણાવ્યું હતું કે ચાંગા થી દાંતીવાડા પાઇપલાઇન ની યોજના હેઠળ તળાવો ભરવાની પણ યોજના બનાવી હતી. જેમા ઢેઢાલ અને દામા ગામની સિમમાં આવેલ ચેબલા તળાવમાં પણ પાઇપલાઇન થી પાણી આપવામાં આવ્યું છે. પરંતુ ચાર દીન કી ચાંદની ફીર અંધારી રાત જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા ઉપાડે તળાવો ભરી સિંચાઇ માટે વિજ કનેકશન આપ્યા પરંતુ ખાટલે ખોડ ની જેમ તળાવો માં અત્યારે પાણી જ નથી 20 જેટલા કનેક્શન આપ્યા આપેલ છે તે તમામ ખેડૂતો તળાવ ભરાવવા ની રાહ જોઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર