રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય18 સપ્ટેમ્બર, 2025| Super Admin

GSTના નવા દરોનું નોટિફિકેશન સરકારે જાહેર કર્યુ

GSTના નવા દરોનું નોટિફિકેશન સરકારે જાહેર કર્યુ
સામાન્‍ય લોકો માટે ખુશખબરી. ૨૨ સપ્‍ટેમ્‍બરથી GST દરોમાં ઘણા મોટા બદલાવ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે ૨૨ સપ્‍ટેમ્‍બરથી સામાન્‍ય લોકોને મોટી ખુશખબરી મળવાની છે. ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST)ના નવા દરો ૨૨ સપ્‍ટેમ્‍બરથી અમલમાં આવશે. આવી સ્‍થિતિમાં રોજિંદા વસ્‍તુઓથી લઈને વીમા, કાર, બાઇક અને સિમેન્‍ટ સુધીના ઉત્‍પાદનો સસ્‍તા થશે. હવે નાણા મંત્રાલયે નવા GST દરો સૂચિત કર્યા છે. આ સૂચના પછી રાજ્‍યોએ પણ તેમના સ્‍તર પર રાજ્‍ય GST (SGST)ના દરો સૂચિત કરવા પડશે. નોંધનીય છે કે, GST સિસ્‍ટમ હેઠળ પ્રાપ્ત થતી આવક કેન્‍દ્ર અને રાજ્‍યો વચ્‍ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. GST કાઉન્‍સિલની મંજૂરી પછી ૨૨ સપ્‍ટેમ્‍બરથી નવી સિસ્‍ટમ હેઠળ મોટાભાગની વસ્‍તુઓ અને સેવાઓ પર ૫ થી ૧૮ ટકાના દરે ટેક્‍સ લાગશે. જો કે, લક્‍ઝરી વસ્‍તુઓ પર ૪૦ ટકા ટેક્‍સ લાગશે, જ્‍યારે તમાકુ અને સંબંધિત ઉત્‍પાદનો પર ૨૮ ટકા GSTની સાથે એક અલગ સેસ પણ લાગશે. નોંધનીય છે કે, વર્તમાન સિસ્‍ટમ હેઠળ ચાર GST દર છે જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. આ સાથે જ લક્‍ઝરી અને હાનિકારક ઉત્‍પાદનો પર અલગથી એક અલગ સેસ પણ વસૂલવામાં આવે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે, મોટાભાગની ચીજવસ્‍તુઓ પરના ટેક્‍સ દરોમાં ઘટાડા સાથે હવે વેપાર અને ઉદ્યોગ જગત પર આ જવાબદારી છે કે, તેઓ આ સુધારાઓનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે અને સમયસર પાલન સુનિચીતિ કરે. AMRG & Associatesના રજત મોહને જણાવ્‍યું કે, સરકારે સૂચનામાં સ્‍પષ્ટ દર સમયપત્રક જાહેર કરીને પરિસ્‍થિતિ સ્‍પષ્ટ કરે અને હવે ઉદ્યોગે તેનો ઝડપથી અમલ કરવો પડશે. આ દરમિયાન EYના ટેક્‍સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્‍યું કે, દર સુધારા અંગેની સૂચના જાહેર થયા પછી કંપનીઓએ તાત્‍કાલિક તેમની કેન્‍દ્રિય વ્‍યવસ્‍થાપન પ્રણાલી (ERP) અને કિંમત નીતિઓમાં ફેરફાર કરીને ગ્રાહકોને લાભ પહોંચાડવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ.

સંબંધિત સમાચાર