રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ : મમતા સરકારને સુપ્રીમનો ઝટકો

સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ : મમતા સરકારને સુપ્રીમનો ઝટકો

સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને ઝટકો આપી રાજ્‍યના સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું (DA) આપવા આદેશ કર્યો છે. ન્‍યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મેહતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું આપવાનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઓગસ્‍ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે, બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-૨૦૨૨માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્‍દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.બંગાળ સરકારે નવેમ્‍બર-૨૦૨૨માં સુપ્રીમ કોર્ટ માં અરજી કરી કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્‍ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્‍દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્‍દ્રીય ડીએ અને રાજ્‍યના ડીએ વચ્‍ચે ૩૭ ટકાનું અંતર પણ છે. કેન્‍દ્ર સરકાર કર્મચારીઓને ૫૫ ટકા ડીએની ચૂકવણી કરે છે.બંગાળમાં ૨૦૨૪માં ૧૪ ટકા ડીએ હતું. ત્‍યારબાદ પહેલી એપ્રિલ-૨૦૨૫માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચારીઓને ૧૮ ટકા ડીએ મળે છે, આ કારણે રાજ્‍યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્‍યના ૧૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ ૧૮ ટકાએ પહોંચ્‍યું છે.

સંબંધિત સમાચાર