રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બિઝનેસ21 મે, 2025| Super Admin

સોનાના ભાવમાં પુનઃ તેજી રૂ.૧૩૦૦ નો ઉછાળો

સોનાના ભાવમાં પુનઃ તેજી રૂ.૧૩૦૦ નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૯૮,૮૦૦ રૂ. થયાઃ ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થતા ભાવ ૯૯,૦૦૦ રૂા.ની સપાટીએ : સોના-ચાદીમાં ભાવો ઘટયા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૧૩૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૩૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ગઇકાલે રાત્રે ૯૭,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૯૮,૮૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૩,૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના બિસ્‍કીટ ૧૦૦ ગ્રામનો ભાવ ૯,૭પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૮૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારા થતા ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૯૮૦૦૦રૂા. હતા તે વધીને ૯૯,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સંબંધિત સમાચાર