રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા1 સપ્ટેમ્બર, 2025| Super Admin

યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા

યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા
"આસ્થા તમારી, વ્યવસ્થા અમારી" ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખુબ જ સુંદર આયોજન કરાયું છે. દર્શનાર્થીઓને સારી સુવિધા મળતા આજે પ્રથમ દિવસ મહા મેળામાં દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજનનો લાભ લઈને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અંબાજી ખાતે ચાર જેટલા ભોજનાલયોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ચાર ભોજનાલય ખાતે પદયાત્રીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક ભોજનાલયમાં એક દિવસમાં ૨૦ થી ૨૫ હજાર જેટલા માઈભક્તોને પ્રેમથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. ભોજનમાં દાળ ભાત શાક રોટલી સહિત ફરસાણ તેમજ રાત્રીના ભોજનમાં કડી ખીચડી ભાખરી શાક અને ફરસાણ તેમજ મીઠાઈ આપવામાં આવે છે. આ સાથે ભોજનાલયમાં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ નાત જાતના ભેદ વિના સૌને એક સમાન માઈ ભક્ત માની સ્વજનની જેમ પ્રેમ થી ભોજન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર