રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 જૂન, 2025| Super Admin

હારીજ-થરા હાઈવે પર ચાર ઈસમોએ વાહન ચાલકને આતરી રૂ.1.25 લાખની લૂંટ ચલાવી ફરાર

હારીજ-થરા હાઈવે પર ચાર ઈસમોએ વાહન ચાલકને આતરી રૂ.1.25 લાખની લૂંટ ચલાવી ફરાર
હારીજ પોલીસે ગુનો નોંધી લૂટ ચલાવનારા અજાણ્યા બાઈક ચાલકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હારીજ-થરા હાઈવે રોડ પર અસાલડી ગામ નજીક વાહન ચાલકને નંબર પ્લેટ વગરના બે હોન્ડા પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ આતરી રોકડ રૂ.૧,૨૫ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હોવાની ઘટના અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ લૂંટની ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકરેજ તાલુકાના સમણવા ગામના રહેવાસી અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિપુલજી ખાતુજી ઠાકોર (ઉં.વ.૨૨) વાહન લઈને હારીજ-થરા હાઈવે પર અસાલડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નંબર પ્લેટ વગરના બે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતર્યા હતા અને એક મોટર સાયકલ થી વિપુલજીની ગાડીને આડાશ ઊભી કરીને તેને ઊભી રખાવવામાં આવી હતી. ત્યારબાદ, બીજા મોટર સાયકલ પરના ચાલકે વિપુલજીની ગાડી નજીક ડ્રાઈવર સાઈડથી આવીને તેને છરી જેવું હથિયાર ભરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વિપુલજીના પેન્ટના ખિસ્સામાં રહેલા રોકડા રૂ.૧,૨૫,૦૦૦ ની લૂંટ ચલાવી ચારેય ઇસમો બંને મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ વિપુલજી ઠાકોરે તાત્કાલિક હારીજ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરના બે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ.૩૦૯(૪),૧૨૬(૨), ૩૧૧, ૩૫૧(૩),૨૯૬(બી),૩(૫) તેમજ જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવા અને લૂંટાયેલી રોકડ રકમ પરત મેળવવા માટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર