રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત18 જૂન, 2025| Super Admin

આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં પ્રાર્થનાસભા રૂપાણી પરિવાર દ્વારા યોજાશે

આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં પ્રાર્થનાસભા રૂપાણી પરિવાર દ્વારા યોજાશે
ગુજરાતના લાડીલા નેતાના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ : ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાશે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. તા. 12 જૂન, 2025 ના રોજ અરિહંતશરણ પામેલા આ સાત્વિક અને લોકપ્રિય નેતાની દિવ્ય આત્માની શાંતિ અર્થે આવતીકાલે, ગુરુવાર, તા. 19 જૂન, 2025 ના રોજ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થનાસભા સવારે 9:00 કલાકથી બપોરના 12:00 કલાક સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલિપેડ ગ્રાઉન્ડ, સેક્ટર 17, ગાંધીનગર ખાતે યોજાશે. શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન રાજ્ય માટે એક મોટી ખોટ છે. તેમણે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોક કલ્યાણકારી કાર્યો કર્યા હતા. અને તેમનું સાદગીભર્યું જીવન સૌ માટે પ્રેરણાદાયી હતું.તેમના નિધનથી રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત સામાન્ય જનતામાં પણ દુઃખની લાગણી વ્યાપી છે. આવતીકાલે યોજાનારી આ પ્રાર્થનાસભામાં રાજકીય નેતાઓ, કાર્યકરો, શુભચિંતકો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર