ચાણસ્મા નજીક હારીજ હાઈવે પર એક દુર્ઘટના સામે આવી છે જેમાં રોડની સાઈડમાં એક બંધ પડેલી ટ્રકનું રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન હારીજ તરફથી આવી રહેલા એક ટ્રેલરે બંધ પડેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં ટ્રકનું રિપેરિંગ કામ કરી રહેલા ફોરમેન ઠાકોર જશુજી મણાજી ટ્રેલર અને ટ્રક વચ્ચે દબાઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ધટના ની જાણ ચાણસ્મા પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહ વાલીવારસોને સોંપી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ચાણસ્મા -હારીજ માગૅ પર બંધ પડેલી ટ્રક ને ટેલરે ટક્કર મારતા ટ્રક રીપેરીંગ કરી રહેલ ફોરમેન નું મોત

ટેગ્સ:#legal action#police investigation#Emergency Response#Community Awareness#Traffic Safety#Accident Reporting#108 Ambulance Service#Truck Accident#Workplace Accident#Postmortem Examination#Chansma-Harij Highway#Foreman Fatality#Roadside Repair Work#Trailer Collision#Chansma Health Center#Panchnama Procedure#Vehicle Safety Regulations#Road Safety Measures#Family Support Services
સંબંધિત સમાચાર
પાટણપાટણ નગરપાલિકાની લાલ આંખ: પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ, સાત દિવસમાં જગ્યા સીલ કરવાની ચીમકી
1 દિવસ પહેલા
પાટણશંખેશ્વર પંથકમાં પાટણ LCBનો દરોડો: મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપાયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ‘ગઠિયા’ ગિરાક: દેવિકા ગોલ્ડ પેલેસમાંથી ત્રણ મહિલાઓ સોનાની કડીઓ ચોરી ફરાર
1 દિવસ પહેલા
પાટણહારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: હિમાચલ પ્રદેશના યુવાનનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
